હાર્દિક પટેલના સહયોગી દિનેશ પટેલ પર 1 કરોડ 20 લાખની છેતરપીંડીની ફરિયાદ થતા પાટીદાર સમાજમાં ખળભળાટ


પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલના સહયોગી દિનેશ પટેલ સામે અમરેલીના દામનગર પોલીસ મથકમાં 1 કરોડ 20 લાખની છેતરપીંડીની ફરિયાદ થતા પાટીદાર સમાજમાં ખળભળાટ મચ્યો છે.

મુરલીધર કોટન ઈન્ડસ્ટ્રીઝના માલિક પુનાભાઈ પટેલે લેખિત ફરિયાદ આપી છે કે વર્ષ 2013માં શ્રીનાથજી કોટન લીંક પ્રાઇવેટ લીમીટેડના ડીરેક્ટર દિનેશ પટેલ અને રાજેશ પટેલે રૂની ગાંસડીઓ અને રોકડ રકમ સહીત એક કરોડ 20 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હતી.
તેમણે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરી ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આરોપ છે કે રાજકોટથી કપાસની ગાંસડીઓ મંગાવી વિશ્વાસ કેળવ્યા બાદ દિનેશ પટેલે ખોટા ચેકો આપ્યા હતા જે બાઉન્સ થયા હતા. જયારે દિલ્હી, મહારાષ્ટ્રમાં પણ દિનેશ પટેલે ચીટીંગ કરી છે અને બેંકોમાંથી મોટું ધિરાણ મેળવી લીધુ છે.
દિનેશ પટેલની જેતપુરમાં જીન અને રાજકોટમાં ઓફીસ આવેલી છે. છેલ્લા એક વરસથી ગાયબ થઇ ગયેલા દિનેશ પટેલ અચાનક પાટીદાર મહા ક્રાંતિ રેલીમાં હાર્દિક પટેલની સાથે જોવા મળતા તેની સામે ફરિયાદ કરાઈ છે.
-GSTV
Share on Google Plus

About Gujarati Post

Gujarati Post is a website for gujarati news, posts, education-career, knowledge.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment