Gujarati Bhasha : Gujarati Sahitya, Pracheen Sahitya, Madhyakalin Sahitya, Arvachin Sahitya for All Competitive Exams

ગુજરાતી સાહિત્ય
          આઠમી સદીના અરસામાં આવેલી ગુર્જર પ્રજા ઉપરથી આ પ્રદેશનું નામ ગુજરાત અને ગુજરાત પ્રદેશ માં બોલતી ભાષા ગુજરાતી પ્રચલિત થઈ. ગુજરાતી ભાષાની મૂળ ભાષા સંસ્કૃત કહેવાય. ગુજરાતી સાહિત્યને સમયને આધારિત ત્રણ ભાગમાં વહેચી દેવામાં આવ્યું. જે નીચે મુજબ છે.
  1. પ્રાચીન ગુજરાતી સાહિત્ય
  2. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય
  3. અર્વાચીન ગુજરાતી સાહિત્ય

પ્રાચીન ગુજરાતી સાહિત્ય :
          પ્રાચીન ગુજરાતી સાહિત્ય એટલે નરસિંહ મહેતા પહેલાનું સાહિત્ય. કે જેને પ્રાગ નરસિંહ યુગ પણ કહેવામાં આવે છે. ૧૧મી થી ૧૪મી સદી એટલે પ્રાચીન ગુજરાતી સાહિત્યનો સમય. આ સમયમાં ગુજરાતી ભાષાનું સાહિત્ય એકદમ અપભ્રંશ સ્વરૂપમાં હતું.
સિદ્ધહૈમના દુહા: હેમચંદ્રાચાર્ય નામના જૈન આચાર્યે લખ્યું જેમાં અપભ્રંશ ભાષાના દુહા છે.
સંદેશક રાસક: મોડાસાના એક મુસલમાન કવિ અબ્દુલ રહેમાને લખેલ છે. જેમાં એક વિરહિણી નારી રસ્તેથી પસાર થતાં મુસાફર સાથે ખંભાતમાં રહેતા પોતાના પ્રિયતમને સંદેશો મોકલાવે છે.  
ભરતેશ્વર બાહુબલી રાસ: શાલીભદ્ર શુરી નામના જૈન કવિએ વીરરસની આ ક્રુતિ રચી છે. ભરત અને બાહુબલી બે ભાઈઓ વછે યુધ્ધ થાય છે. અંતે બાહુબલિ વૈરાગ્ય લે છે અને તપ કરે છે.
નેમિનાથ ચતુષ્પાદિકા: વિનયચંદ્ર નામના જૈન કવિએ રચેલી આ બારમાસી પ્રકારની રચના છે. જેમાં વિરહને અંતે વૈરાગ્ય આવે છે.
સિરિથૂલીભદ્ર ફાગું : જિનપદ્મસુરી નામના જૈન કવિએ રચી છે. પ્રકારમાં ફગું કાવ્ય છે અને એમાં વસંત ને બદલે વર્ષાનું વર્ણન કરેલું છે. કોશા વેશયાના પ્રલોભનો સામે સ્થૂલીભદરની તપશ્ચર્યા જીતે છે તેનું વર્ણન છે.
વસંત વિલાસ : કોઈ અજ્ઞાત જૈનેતર કવિએ રચેલું ૮૪ કડીનું આ ફગું કવિ છે. તે એક સુંદર ઋતુકાવ્ય અને શૃંગારકાવ્ય છે.
ત્રિભુવનદીપક પ્રબંધ: જયશેખર સુરી નામના જૈન કવિએ આ રૂપક કાવ્યની પ્રબંધ નમન કાવ્ય પ્રકારમાં રચના કરેલી છે.
હંસરાજવચ્છરાજ ચઉપઇ : વિજયભદ્ર નામના જૈન કવિએ આ પદ્યવાર્તા ની રચના કરેલી છે.
હંસાઉલી : અસાઇત નામના જઈનેત્તર કવિની આ પદ્યવાર્તા પ્રકારની રચના છે.
સદય-વત્સ ચરિત : ભીમ નમન જઈનેત્તર કવિએ રચેલી સદેવંત અને સાવલિંગાની પ્રેમકથા પદ્યવાર્તા પ્રકારની જ કાવ્યરચના છે.
રણમલ છંદ : ઇડરના જૈનેત્તર શ્રીધર વ્યાસે રચેલું આ ઐતિહાસિક વીરકાવ્ય છંદ નામથી ઓળખાતા કાવ્યપ્રકારમાં રચાયું છે.
પૃથ્વીચંદ્ર ચરિત્ર : માણિક્યસુંદરસૂરી નામના જૈન આચાર્યે આની રચના કરી છે.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય(૧૪-૧૭ સદી) :
       પ્રાચીન ગુજરાતી સાહિત્ય પછીનું સાહિત્ય એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. ૧૫મી સદીથી ૧૭મી સદી સુધીનો સમયગાળો એટલે મધ્યકાલીન ગુજરાતી સહિત્ય. ભક્તિ યુગ તરીકે પણ ઓળખાય છે. નરસિંહથી દયારામના અવસાન સુધીના સમયગાળાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો કહેવામા આવે છે.
          ગુજરાતી ભાષાને ‘ગુજરાતી’ નામ આપનાર પ્રથમ વ્યક્તિ કે કવિ એટલે ‘પ્રેમાનંદ’. એમણે દશાંસ્કંધ નામની કાવ્યકૃતિમાં ‘બાંધું નાગદમણ ગુજરાતી ભાષા’એમ લખ્યું છે.
          પ્રેમાનંદ પહેલા કવિ ભાલણે એની ‘નળાખ્યાન’ નામની કાવ્યકૃતિમાં ‘ગુર્જર ભાષાએ નળરાજાના ગુણ મનોહર ગાઉં’ એમ કહ્યું છે.
લેખકો : નરસિંહ મહેતા(૧૪૧૪-૧૪૮૦), મીરાબાઈ(૧૪૯૯-૧૫૪૭), નાકર(૧૫૧૬-૧૫૫૮), પ્રેમાનંદ(૧૬૪૯-૧૭૧૪), દયારામ(૧૭૭૭-૧૮૫૩)

અર્વાચીન ગુજરાતી સાહિત્ય (૧૭મી સદીથી) :
          અર્વાચીન યુગની શરૂઆત દયારામના અવસાન પછી થઈ. અર્વાચીન યુગના પ્રથમ સાહિત્યકાર એટલે દલપતરામ. દલપતરામથી લઈને અત્યાર સુધી જે પણ કવિઓ થઈ ગયા તેમનો સમાવેશ અર્વાચીન યુગના સાહિત્યકારોમાં થાય છે. અર્વાચીન એટલે આધુનિક યુગ.
લેખકો : દલપતરામ(૧૮૨૦-૧૮૯૮), નર્મદ(૧૮૩૩-૧૮૮૬), નંદશંકર મહેતા(૧૮૩૫-૧૯૦૫), કરશનદાસ મૂળજી(૧૮૩૨-૧૮૭૧), ગોવર્ધનરામ ત્રિપાઠી(૧૮૫૫-૧૯૦૭), બાલાશંકર કંથારીયા(૧૮૫૮-૧૮૯૮), નરસિંહરાવ દિવેટિયા(૧૮૫૯-૧૯૩૭), રમણભાઈ નીલકંઠ(૧૮૬૮-૧૯૨૮), મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’(૧૮૬૭-૧૯૨૩), સુરસિંહજી ગોહિલ(૧૮૭૪-૧૯૦૦), ન્હાનાલાલ(૧૮૭૭-૧૯૪૬), બળવંતરાય ઠાકોર(૧૮૬૯-૧૯૫૨), મોહનદાસ ગાંધી(૧૮૬૯-૧૯૪૮), કનૈયાલાલ મુનશી(૧૮૮૭-૧૯૭૧), ગૌરીશંકર જોશી(૧૮૯૨-૧૯૬૬), રામનારાયણ પાઠક(૧૮૮૭-૧૯૫૫), ઝવેરચંદ મેઘાણી(૧૮૯૬-૧૯૪૭), ત્રિભુવનદાસ લુહાર(૧૯૦૮-૧૯૯૧), ઉમાશંકર જોશી(૧૯૧૧-૧૯૮૮), ચંદ્રવદન ચી. મહેતા(૧૯૦૧-૧૯૯૨), પન્નાલાલ પટેલ(૧૯૧૨-૧૯૮૯), ઈશ્વર પેટલીકર(૧૯૧૬-૧૯૮૩), રાજેન્દ્ર શાહ(૧૯૧૨), હરિન્દ્ર દવે(૧૯૩૦-૧૯૯૫), સુરેશ જોશી(૧૯૨૦-૧૯૮૬), લાભશંકર ઠાકર(૧૯૩૫), સિતાંશુ યશચંદ્ર(૧૯૪૧), રમેશ પારેખ(૧૯૪૦)
Share on Google Plus

About Gujarati Post

Gujarati Post is a website for gujarati news, posts, education-career, knowledge.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment