ગુજરાતી યુવાનનું સંશોધનઃ પાણી આવતા જ વાગશે એલાર્મ, ખર્ચ માત્ર 150 રૂપિયા

M.edના છાત્રનો અનોખો પ્રયોગ
M.edના છાત્રનો અનોખો પ્રયોગ
- ખર્ચ માત્ર ‌રૂપિયા 150:  પાણીનો વ્યય અટકાવવા મહેસાણાના કૌશિક આચાર્યનો સફળ પ્રયોગ, સંશોધનને પુષ્પરાજ પેટી નામ આપ્યું

પાટણ : અંતરીયાળ વિસ્તારોમાં ભૂર્ગભના તળ નીચા જતા પીવાના પાણીની મુશ્કેલીઓ સર્જાતી હોય છે.વસ્તી વિસ્ફોટ સામે પીવાના પાણીના સ્ત્રોતો સિમિત રહ્યા છે એવામાં પાણીનો વેડફાટ સૌના માટે આગામી દિવસોમાં લાલબત્તી સમાન બનશે. સરકાર પણ ભવિષ્યમાં પીવાના પાણીમાં મીટરપ્રથા અંગે વિચારણા કરી રહી છે. આવી સ્થિતિમાં સવારે નળમાં આવતા પાણીનો ખોટો વ્યય અટકાવી શકાયે અેવુ એર્લામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમ.એડમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બનાવ્યુ છે. જેમાં નળમાં પાણી આવે કે તરત એર્લામ રણકી ઉઠે અને ચાલુ નળ રાખેલો હોય તો તરત વેડફાતા પાણીને અટકાવી શકાય. આગવી કુનેહ કામે લગાડીને યુવાન દ્વારા રૂા.150ના ખર્ચમાં વોટર એર્લામ તૈયાર કરવામાં આવ્યો છે.

ઘણી વખત ઘરમાં પાઇપલાઇન મારફતે આવતા પીવાના પાણીનો નળ ખુલ્લો રહી જતો હોય છે અને સવારે મીઠી નિંદરમાં પાણી વહી જતુ હોય છે. ક્યારેક તો સોસાયટી કે મહોલ્લામાં આસપાસના ઘરો સુધી પાણીનો રેલો પહોચી જતો હોય છે. નળ બંધ કરવાનું ભુલી ગયા હોઇએ ત્યારે તો સવારે પાણી વેડફાટ થતો હોય છે. જેમાં પાણીનો ખોટો વ્યય થાય છે. આવા પાણીનો વ્યય અટકાવવા માટે યુનિ.એમ.એડના બીજા વર્ષમાં અભ્યાસ કરતા અને મહેસાણાના આચાર્ય કૌશિકકુમાર રાજેન્દ્રપ્રસાદે તરકીબ કામે લગાવી અને સફળ વોટર એર્લામ બનાવ્યો હતો.આ એર્લામ પાણીના નળ ઉપર લગાવવામાં આવે તો પાણી આવતા જ રણકી ઉઠે છે. જેથી ખબર પડી જાય કે પાણી આવી ગયુ.

વિદ્યુત સુવાહક અને પાણી વજનનો નિયમ કારગત નીવડ્યો

કૌશિક આચાર્યએ જણાવ્યુ હતું કે, આ એર્લામ પાણી વિદ્યુતનું સુવાહક છે તે નિયમ પર કામ કરે છે. અભ્યાસ પ્રોજેક્ટ બનાવતા હોઇએ છીએ તેમા ઘરેલુ ઉપયોગી એર્લામ બનાવતી વખતે પહેલા વિદ્યુક સુવાહક પર બનાવ્યુ પણ પાણીનો ફોર્સ વધુ હોય તો વહી જાય એટલે પાણી કદ ધરાવે છે તે સિધ્ધાંતને ધ્યાને રાખીને ફુગ્ગો મુક્યો જેમાં પાણી પડે કે તરત સંપર્કથી એર્લામ વાગે. પાણીના વજનથી દબાણ થાય તેવી વસ્તુ લગાવતા કોન્ટેક એકટીવ થાય છે. ભવિષ્યમાં પાણીના મીટર લાગશે ત્યારે આ એર્લામ ઉપયોગી બની રહેશે. જેમાં પાણી અને પૈસા બંનેની બચત થશે.

- કેટલી સામગ્રીનો ઉપયોગ કર્યો

બે બેટરી સેલ સાથે, પાણીની પાઇપ, સંગીત માટે બર્જર(બાઇકના હોર્નનો ઉપયોગ), ઇલેકટ્રીક સ્વીચ, પ્લાસ્ટીકની પેટીનો ઉપયોગ કર્યો. સેલની જગ્યાએ મોબાઇલના ચાર્જરનો પણ ઉપયોગ કરી શકાય.
M.edના છાત્રનો અનોખો પ્રયોગ
M.edના છાત્રનો અનોખો પ્રયોગ

Share on Google Plus

About Gujarati Post

Gujarati Post is a website for gujarati news, posts, education-career, knowledge.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment