પાટીદારોમાં ઉકળતો ચરૂ: નર્મદાનાં બે ગામે લાગ્યા ચૂંટણી બહિષ્કારનાં બેનર્સ


પાટીદારોમાં ઉકળતો ચરૂ: નર્મદાનાં બે ગામે લાગ્યા ચૂંટણી બહિષ્કારનાં બેનર્સ


- નર્મદાના ભદામ અને નિકોલી ગામે સ્થાનિક ચુટણીનો બહિષ્કાર કર્યો
- પાટીદાર અનામતને લઈને નર્મદામા પાટીદારોમા ઉકળતો ચરુ
- રાજકીય કોઇપણ આગેવાનને પ્રવેશ બંધી                                                        
રાજપીપળા : ગુજરાતમા ચાલતા પાટીદાર અનામતને લઈને રાજ્યની સાથે નર્મદામા પણ પાટીદારોમા ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, અને જેમણે વિરોધ નોધાવી રાજકીય કોઇપણ આગેવાનને પ્રવેશ બંધી ફરમાવી ચુટણીનો બહિષ્કાર પણ કર્યો જેવા બોર્ડ લગાવી નંદોદના ભદામ અને નિકોલી ગામે સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

હાલ ગુજરાતભરમાં પાટીદારો દ્વારા અનામતની માગ શાથેનો સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નર્મદા જીલ્લામાં પાટીદાર સમાજમાં 50,000 હજાર વસ્તી ધરાવે છે અને આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જાહેર થતા જ નર્મદાના પાટીદારોએ પણ આવનારી ચુંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરી વિરોધ નોધાવ્યો છે. નર્મદા જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલનના ભાગરૂપે એક પછી એક પાટીદાર સમાજના વધુ ગામોમાં રાજકીય પક્ષોના કાર્યકરો માટે ચૂંટણી પ્રચારમાં આવવા સામે પ્રતિબંધ અને ગામના મુખ્ય પ્રવેશદ્વારે પ્રવેશબંધી ફરમાવતા પોસ્ટરો-બેનરો લગાવવામાં આવી રહ્યા છે.

જેમાં આજે નર્મદાના ભદામ અને નીકોલી ગામોમાં પણ પાટીદાર સમાજ દ્વારા રાજકીય પક્ષોના કાર્યકરો માટે પ્રવેશબંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને યુવાનો દ્વારા ભારે સુત્રોચાર કરી આદોલનકારીઓએ પ્રવેશદ્વારે રાજકીય પક્ષો મત માટે ગામમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજે નાંદોદ તાલુકાના ભદામ અને નીકોલી ગામે પણ 100થી વધુ યુવાનો અને મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ગામમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

આ ગ્રામજનો દ્વારા ચીમકી પણ ઉચાર્વવામાં આવી હતી કે ગામની ભાગોરે રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેસવું નહિ અને જો પ્રવેશશે તો અમે તેમનો વિરોધ કરી તેમના પર હુમલો પણ કરીશું અને તે બનાવ બને તેની સંપૂર્ણ જવાબદારી આવનારા વ્યક્તિની રહશે અને આજે જ્યારે પાટીદારના કન્વીનર હાર્દિક પટેલને જ્યાં સુધી નહિ છોડવામાં આવે ત્યાં સુધી આ પાટીદારો આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

અમે પાટીદારો તમામ આ સ્થાનિક સ્વરાજ્યની ચુટણીઓ નો બહિસ્કાર કરીએ છે અને આખુ ગામ કોઇ મત આપવા ના નથી જ્યાં સુધી અમને આનમત નો લાભ નહી મળે અને ગત રોજ હાર્દિક પટેલ પણ ભદામ ગામે આવવાના હતા અને જેની પરમિશન આપવામા આવિ નહિ અને જે હાલ જેના પર સકજો આ સરકાર કસે છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ -નરેન્દ્રભાઈ પટેલ (પાટીદાર આગેવાન ,ભદામ)
પાટીદારોમાં ઉકળતો ચરૂ: નર્મદાનાં બે ગામે લાગ્યા ચૂંટણી બહિષ્કારનાં બેનર્સ
-Bhaskar
Share on Google Plus

About Gujarati Post

Gujarati Post is a website for gujarati news, posts, education-career, knowledge.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment